ગુજરાત સરકાર કોરોના સામે લડવા મક્કમ, આરોગ્ય વિભાગનો સર્વે પૂર્ણ : નીતિન પટેલ
Live TV
-
રાજ્યમાં આરોગ્ય વિભાગે સર્વે પૂર્ણ કર્યો, તબીબો-પોલીસ જીવના જોખમે કામ કરી રહ્યા છેઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં આરોગ્ય વિભાગનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. સરકારે કોરોનાને લઈ વહેલીતકે પગલા લેવાની શરૂઆત કરી હતી. ગુજરાતને સલામત રાખવામાં મોટાભાગે સફળ રહ્યાં છીએ. દરરોજ જરૂરી નિર્ણય કરવામાં આવે છે. કોરોનાને કારણે અન્ય દેશોની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. ગરીબોને સમાજસેવી સંસ્થાઓ મદદ કરી રહી છે. જીવના જોખમે તબીબો અને પોલીસ કામ કરી રહ્યા છે.
આજે ગુજરાતના આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર કોરોના સામે લડવા મક્કમ છે.ગરીબો અને શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તેની દરકાર સરકાર લઈ રહી છે.. જીવનજરીરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લા રાખવાનો નિર્ણય એટલે જ લેવામાં આવ્યો હતો જેથી જાહેર જનતાને આવશ્યક ચીજો મળી રહે..જે દર્દીઓ હોય અને તેમને નિયમિત ચેકઅપ માટે જવાનુ હોય તો તેના માટે પણ હોસ્પિટલનો ખુલ્લી રાખવાની છુટ અપાઈ છે..
