ગુજરાત સાથે જેટ્રોની લાંબા સમયની સહભાગીતાથી રાજ્યમાં રોકાણો મોટા પાયે આકર્ષિત થયા છે: મુખ્યમંત્રી
Live TV
-
જેટ્રોએ જાપાન અને વૈશ્વિક વેપાર સમુદાય વચ્ચે આર્થિક ભાગીદારી અને સહયોગ વધારવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. એટલું જ નહીં ગુજરાતમાં પણ જેટ્રો લાંબા સમયથી સહયોગી રહ્યું છે. તેની આ બેઠકમાં વિશદ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ જાપાની ઉદ્યોગો કંપનીઓને ગુજરાતમાં રોકાણો માટે આકર્ષિત કરવા અને સહાયરૂપ થવા જેટ્રોએ અમદાવાદમાં બિઝનેસ સપોર્ટ સેન્ટર શરૂ કર્યું છે તે માટે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, મેડિકલ ડિવાઇસીસ, જેવા સેક્ટર્સમાં અગ્રેસર બનવાની નેમ સાથે આગળ વધી રહ્યું છે.
આ સંદર્ભમાં જેટ્રો સેમિકન્ડક્ટર, ગ્રીન ટેકનોલોજી, બલ્ક ડ્રગ, મેડિકલ ડિવાઇસીસ, સીરામીક એન્ડ ટેક્સટાઇલ ઉદ્યોગોમાં રોકાણો આકર્ષવામાં સહભાગી થઈ શકે તેમ છે એમ પણ મુખ્ય મંત્રીએ ઉમેર્યું હતું.
જેટ્રોના પ્રેસિડેન્ટ અને પદાધિકારીઓએ ગુજરાતની ડેવલપમેન્ટ જર્ની અંગે જાણવામાં ઉત્સુકતા દર્શાવી હતી અને જેટ્રો ગુજરાત સાથે સંબંધો વ્યાપક બનાવવા તત્પર હોવાનો મત વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેટ્રોને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં જોડાવાનું આમંત્રણ પાઠવ્યું હતું.
