Skip to main content
Settings Settings for Dark

ગુજરાત હવામાન અપડેટ: આગામી દિવસોમાં મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

Live TV

X
  • ગુજરાત હવામાન અપડેટ: આગામી દિવસોમાં મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

    ગુજરાતના હવામાનને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી દિવસોમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે.
    હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, હાલમાં વાતાવરણમાં મોન્સૂન ટ્રફ સિસ્ટમ , વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બે મુખ્ય સિસ્ટમ સક્રિય થઈ છે. 

    આ બંને સિસ્ટમ્સ એકસાથે સક્રિય થવાના કારણે અને સાથે જ દક્ષિણ-પશ્ચિમ દિશાના ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા હોવાને લીધે રાજ્યમાં વરસાદ માટે એકદમ સાનુકૂળ વાતાવરણ તૈયાર થયું છે. જેના કારણે આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે.

    દરિયાકાંઠાના વિસ્તારો માટે ખાસ એલર્ટ

    હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. આજે દરિયામાં ભારે પવન ફૂંકાવાની પૂરેપૂરી શક્યતા હોવાથી માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply