Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ રથયાત્રા 2026: જગન્નાથ મંદિરે ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ ‘નેત્રોત્સવ વિધિ’

Live TV

X
  • અમદાવાદ રથયાત્રા 2026: જગન્નાથ મંદિરે ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ ‘નેત્રોત્સવ વિધિ’

    ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદના જમાલપુર સ્થિત નિજ મંદિર ખાતે વહેલી સવારથી જ પરંપરાગત અને શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રથયાત્રા પૂર્વેની સૌથી મહત્વપૂર્ણ વિધિઓમાંની એક એવી ‘નેત્રોત્સવ વિધિ’ આજે ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજીની હાજરીમાં વિધિવત રીતે સંપન્ન કરવામાં આવી હતી.

    આ પવિત્ર પ્રસંગે મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ‘જય રણછોડ, માખણ ચોર’ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

    મુખ્ય રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિ

    ભગવાનની નેત્રોત્સવ પૂજન વિધિ અને મહાઆરતીમાં રાજ્યના અનેક મહાનુભાવોએ ખાસ હાજરી આપીને પ્રભુના આશીર્વાદ લીધા હતા.  જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 

    ધાર્મિક મહત્વ અને મહાપ્રસાદ:

    નેત્રોત્સવ વિધિ પૂર્ણ થયા બાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ અને ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી. આ ખાસ અવસરે આજે મંદિર પરિસર ખાતે દેશભરમાંથી પધારેલા સાધુ-સંતો માટે ભવ્ય ભંડારા (મહાપ્રસાદ) નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

    સુરક્ષા વ્યવસ્થા: ડેપ્યુટી સીએમ પોતે પગપાળા રૂટનું નિરીક્ષણ કરશે
    રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ છે. સમગ્ર રથયાત્રા દરમિયાન ૩૧ હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે.

    રૂટ નિરીક્ષણ: 

    કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચકાસવા માટે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે ચાલીને રથયાત્રાના સમગ્ર રૂટનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરશે અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply