ગોઝારિયા કેળવણી મંડળના અષ્ટ દશાબ્દી મહોત્સવનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
Live TV
-
મહેસાણા જિલ્લાના ગોઝારિયા સ્થિત ગોઝારિયા કેળવણી મંડળના અષ્ટ દશાબ્દી મહોત્સવનો પ્રારંભ વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના મત વ્યક્ત કરતા કહ્યું , કે કોઇ પણ રાષ્ટ્ર કે રાજ્યનો વિકાસ, શિક્ષણ વિના અશકય છે. આથી રાજ્ય સરકારે શિક્ષણ વિભાગ માટે , રૂ.27,000 કરોડનું બજેટ ફાળવેલ છે. જેનો સદઉપયોગ , રાજ્યના યુવાનોના ઉત્કર્ષ માટે થાય છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ઉપરાંત , નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, અને સાંસદ જયશ્રીબહેન પટેલે , પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ઉપરાંત , અન્ય ઉચ્ચ અધિકારી , ગોઝારિયા કેળવણી મંડળના ટ્રસ્ટીઓ , અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
