Skip to main content
Settings Settings for Dark

ચાંચિયાઓનો માછીમારો પર હુમલો, એકનું થયું મોત

Live TV

X
  • નવસારીના માછીમારોની બોટ પર ચાંચિયાઓએ અંધાધુંધ ફાયરિંગ કરીને લૂંટ ચલાવી હતી. આ હુમલામા નવસારીના ખપર વાડા ના બળવંત ટંડેલને બે ગોળીઓ વાગતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

    કુવૈત ના દરિયામાં માછીમારી કરી ને પરત ફરતા નવસારીના માછીમારોની બોટ પર ચાંચિયાઓએ અંધાધુંધ ફાયરિંગ કરીને લૂંટ ચલાવી હતી. આ હુમલામા નવસારીના ખપર વાડા ના બળવંત ટંડેલને બે ગોળીઓ વાગતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે હુમલા વખતે બે માછીમારો બોટમાં છુપાઇ જતા તેમનો બચાવ થયો હતો. કુવૈતના શેખ ને ત્યાં માછીમારી માટે નોકરી કરતા બળવંત ટંડેલ ગત 5મી મેના રોજ તેમના દિકરા અને વલસાડના દાંતી ગામના યુવાન સાથે ,કુબ્બર બંદરેથી બોટ લઈ માછીમારી માટે ગયા હતા. દરિયામાથી  માછલી પકડ્યા બાદ બંદરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક સ્થાનિક ચાંચિયાઓએ તેમની બોટ પર અંધાધુંધ ફાયરિંગ કરીને હુમલો કર્યો હતો. ચાંચીયાઓએ દોઢ થી બે કલાક સુધી બોટ અટકાવી માછલીઓ કોમ્પ્યુટર તેમજ 80 દિનારની લૂંટ ચલાવી  ફરાર થઈ ગયા હતાં. 6 દિવસની સારવાર બાદ ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયેલા બળવંત ટંડેલનું મોત નિપજ્યુ હતુ. જ્યાંથી ,સ્થાનિક એન.જી.ઓ. અને ભારતીય દુતાવાસની મદદથી પાંચ દિવસે બળવંત ટંડેલના મૃત દેહ ને ખાપર વાડા લાવવામા આવ્યો હતો અને તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ તરફ પરિવારમાં શોક પ્રસરી ગયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply