ગીરના રેસ્ક્યુ સેન્ટરમાં વન્ય પ્રાણીઓની ખાસ સારવાર
Live TV
-
વન્ય પ્રાણીઓની સારવાર માટે 24 કલાક કાર્યરત એનિમલ કેર રેસ્કયુ સેન્ટર પ્રશંસાને પાત્ર બન્યુ છે.. વનકર્મીઓ દ્વારા માતૃત્વસભર સારવાર અને દેખ રેખ રાખવામાં આવે છે.
સાસણ ગીર ખાતે વન્ય પ્રાણીઓની સારવાર માટે 24 કલાક કાર્યરત એનિમલ કેર રેસ્કયુ સેન્ટર પ્રશંસાને પાત્ર બન્યુ છે. અદ્યતન સુવિધા ઓથી સજ્જ સાસણ ગીરના આ રેસ્કયુ સેન્ટરમાં એમ્બ્યુલન્સ, ઓપરેશન થિયેટર, લેબોરેટરી, એક્સરે, F.S.L., ફાર્મસી સહીતના વિભાગો કાર્યરત છે. અહીં સિંહ, દીપડા, હરણ સહીત તૃણ ભક્ષી જેવા દરેક બીમાર અને ઈજાગ્રસ્ત વન્યજીવો ને સારવાર માટે લાવવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે જંગલમાં વિખુટા પડી ગયેલા અથવા તો ત્યજી દેવાયેલા બાળ સિંહ અને બાળ દીપડાઓની પણ આ સેન્ટરમાં ખાસ કાળજી રાખવામાં આવે છે.. અને વનકર્મીઓ દ્વારા માતૃત્વસભર સારવાર અને દેખ રેખ રાખવામાં આવે છે.
