Skip to main content
Settings Settings for Dark

ચોમાસા દરમિયાન અત્યાર સુધી સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર જિલ્લામાં 34.94 ટકા સાથે નોંધાયો

Live TV

X
  • રાજ્યના 6 તાલુકાઓમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં સૌથી વધુ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં, જુનાગઢના વંથલી, માણાવદર અને માળિયા હાટીના તાલુકામાં તેમજ બનાસકાંઠાના ભાભર તાલુકાને મળી કુલ ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના સરકાર દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. 

    દક્ષિણ ગુજરાતમાં 27.21 ટકા વરસાદ નોંધાયો છે

    રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ છેલ્લા 24 કલાકો દરમિયાન સૌરાષ્ટ્ર પંછકમાં ચોમાસાનો સૌથી વધુ 34.94 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં ચોમાસાનો કુલ 34.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 27.21 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર 17.75 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 16.32 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

    104 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો

    આ ઉપરાંત મહેમદાબાદ, રાણાવાવ, ભાણવડ, ધોરાજી, લાઠી, મેંદરડા, કેશોદ અને તલાલા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે બગસરા, નખત્રાણા, અંજાર, પોરબંદર, માતર, જામકંડોરણા, ગાંધીધામ, ખેડા, કુતિયાણા, વિસાવદર અને જૂનાગઢના માંગરોળ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના આશરે 32 જેટલા તાલુકામાં એક ઈંચથી વધુ અને 104 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply