મોરબી જિલ્લાના ખેડૂતો લાકડીયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇન અંગે યોગ્ય વળતર માટે કરી માંગ
Live TV
-
ખેડૂતોના હિતમાં લેવામાં આવે તેવી પણ શક્યતા
લાકડીયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઈન અંગે ખેડૂતોને ન્યાયિક વળતર બાબતને ધ્યાને રાખી યોગ્ય માંગ વળતર આપવા ધરતીપુત્રોની સરકાર પાસે માંગ કરી રહ્યા છે. મોરબી જિલ્લાના માળીયા અને હળવદ તાલુકાનાં ખેડૂતોના ખેતરોમાંથી લાકડીયા અમદાવાદ ટ્રાંન્સમીટર પાવર ગ્રીડ કંપનીની 765 કે.વી.ની હેવી લાઇન પસાર થાય છે. જેમાં ખેડૂતોને પૂરતું ન્યાયિક વળતર આપવામાં આવતું ન હોવાથી રાવ સાથે ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસનાં પ્રમુખની આગેવાનીમાં ખેડૂતોએ મોરબી જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.
વીજ લાઇન પાથરવા માટેનું કામ બંધ રાખવામાં આવે તેવી માંગ
તો જ્યાં સુધી કંપની ખેડૂતોને પૂરતું વળતર ન આપે, ત્યાં સુધી ચોમાસામાં કામ બંધ રાખવામા આવશે. તેવી માંગ સાથે ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોને પૂરતું યોગ્ય વળતર આપવા અને કંપનીનાં અધિકારીઓ દ્વારા ખોટી રીતે જોહુકમી અને સરાજાહેર ધાક ધમકીઓ આપવા અંગે અવાજ સરકાર સુધી પહોચાડવા અનુરોધ કર્યો છે. જ્યાં સુધી વળતર બાબતનો પ્રશ્ન ઉકેલવામાં ન આવે ત્યાં સુધી વીજ લાઇન પાથરવા માટેનું કામ બંધ રાખવામાં આવે તેવી માંગ કરી છે. આ અંગે મોરબી અધિક કલેકટર શિવરાજસિંહ ખાચરે જણાવ્યું હતું કે, સરકરામાં એક નીતિ વિષયક સૂચી તૈયાર કરવામાં આવી હોય છે. તેના હુકમ સાથે યોગ્ય નિર્ણયો લેવામાં આવે છે.
ખેડૂતોના હિતમાં લેવામાં આવે તેવી પણ શક્યતા
અત્રે ઉલેખનીય છે કે, ગત જૂન 14 ના રોજ વળતર બાબતે કલેકટરે હુકમ કર્યો હતો. તે જ દિવસે કેન્દ્ર સરકારે પણ વળતરને બાબતે એક હુકમ કર્યો અને રાજ્ય સરકાર પણ ખેડૂતોને આપવાના થતાં વળતરને લઈને હાલમાં વિચારણા કરી રહી છે. તેમજ આગામી દિવસોમાં ખેડૂતો અંગે પોલિસી લેવલનો નિર્ણય ખેડૂતોના હિતમાં લેવામાં આવે તેવી પણ શક્યતા છે.
