Skip to main content
Settings Settings for Dark

છેલ્લા બે વર્ષમાં પોલીસ વિભાગના જુદા જુદા સંવર્ગમાં 12 હજાર 816 ભરતી કરવામાં આવી: ગૃહ રાજ્યમંત્રી

Live TV

X
  • ગુન્હા સંબંધે થતી કાર્યવાહીના સંદર્ભે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમગ્ર દેશના 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગુજરાત ક્રાઈમ રેટમાં 33 માં ક્રમે છે

    અમદાવાદ પોલીસ કમિશનર હેઠળના પોલીસ સ્ટેશનમાં મંજૂર મહેકમ અંગેનાં પ્રશ્નના ઉત્તરમાં  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, 2023 ના છેલ્લા બે વર્ષમાં પોલીસ વિભાગના જુદા-જુદા સંવર્ગમાં 12,816 ની ભરતી કરવામાં આવી છે.અમદાવાદ પોલીસ કમિશનર હેઠળના પોલીસ સ્ટેશનમાં મંજૂર મહેકમ અંગેનાં પ્રશ્નના ઉત્તરમાં ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, 31/12/23 ના છેલ્લાં બે વર્ષમાં કોઇ પણ મહેકમ મંજૂર થયેલ નથી.

    ગૃહ રાજ્યમંત્રીએ મેટ્રો સિટીમાં થતાં ગુન્હા સંબંધે થતી કાર્યવાહીના સંદર્ભે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં ગુન્હા અટકાવવા તમામ સ્તરે કાર્યવાહી કરવામાં આવે છે. સમગ્ર દેશના 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગુજરાત ક્રાઈમ રેટમાં 33 માં ક્રમે છે.વેરાવળ ખાતે તાજેતરમાં પકડાયેલ ડ્રગ્સ સંબંધે ડ્રગ્સ પકડવા મદદગાર બનનાર બોટ માલિકને પ્રોત્સાહીત ઇનામી રકમ આપવા અંગેના પૂરક પ્રશ્નનાં ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું કે, આ માટે સંબંધીત પોલીસને રુ. 10 લાખની પ્રોત્સાહિત રકમ આપવામાં આવી છે, જ્યારે બોટ માલિકને ઈનામ આપવાની રજૂઆત વિચારણા હેઠળ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply