Skip to main content
Settings Settings for Dark

જંબુસર તાલુકાના સારોદ ગામના યુવાન સાહીલ અજીજ મુન્શીની આફ્રિકામાં હબસી લોકોએ ગોળી મારી હત્યા કરી

Live TV

X
  • જંબુસર તાલુકાનાં  સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા પરંતુ આફ્રિકાના દેશોમાં ઘણીવાર ભારતીયોને યેનકેન પ્રકારે મૃત્યુના શરણે જવું પડે છે. સારોદ ગામનાં સાહિલ અબ્દુલ અજીજ મુનશી નોકરીએથી છૂટીને પરત પોતાના નિવાસ્થાને ગાડીમાં જઈ રહ્યા હતો. ત્યારે નીગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમને ગોળી મારી શરીરના ભાગે ઇજાઓ પહોંચાડી તેમ છતાં તેમણે હિંમત રાખીને ગાડી ચલાવી પરંતુ તેમનો પીછો કરી દૂર જઈને તેમની ગાડી ઉપર 6 થી 7 ગોળીઓ મારી દેતા સાહિલ ભાઈને ગોળી વાગતા કરુણ મોત થયું હતું.

    આ બનાવની જાણ જંબુસર તાલુકામાં અને સારોદ ગામે વાયુવેગે ફેલાતા લોકોમાં શોકની લાગણી જન્મી હતી. ભરૂચ જિલ્લાના ઘણા યુવાનો વર્ષોથી રોજગારી મેળવવા માટે દક્ષિણ આફ્રિકાના દેશોમાં જાય છે પરંતુ ત્યાં તેમને નીગ્રો જાતિના લોકો લૂંટના ઇરાદે આવે છે અને ભારતીયોને નિશાન બનાવી મૃત્યુના શરણે લઈ જાય છે જેના કારણે પરિવાર પર આફત આવી પડે છે. અત્રે ઉલ્લેખની આ બાબત છે કે સાહિલભાઈ મુનશી એ રોજાની હાલતમાં હતા અને તેમને પરિવારમાં સાત વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply