Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે લોકભવન ખાતે શુભેચ્છા મુલાકાત

Live TV

X
  • ગુજરાત પ્રવાસે આવેલા જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઉપરાજ્યપાલ મનોજ સિન્હાનું લોકભવન ખાતે પુષ્પગુચ્છથી સ્વાગત તેમજ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.

    શુભેચ્છા મુલાકાત દરમ્યાન રાજ્યપાલએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન હેઠળ ગુજરાતમાં થઈ રહેલા વિવિધ કાર્યો તેમજ નવી પહેલો અંગે વિગતે ચર્ચા કરી હતી. રાજ્યપાલએ જળ, જમીન અને વાયુના સંરક્ષણમાં પ્રાકૃતિક કૃષિની જરૂરિયાત અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઉપરાજ્યપાલએ રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક કૃષિના જનજાગૃતિ અભિયાનને બિરદાવીને સમગ્ર દેશમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત રાજ્યમાં સામાજિક, શૈક્ષણિક તેમજ કાયદો અને વ્યવસ્થા જેવા વિવિધ વિષયો પર પણ ચર્ચાઓ થઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply