VB-G RAM-G લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Live TV
-
પ્રદેશ ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ સંબોધી હતી.
આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા 'વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)' (VB-G RAM-G) અધિનિયમ-2025 ની વિશેષતાઓ વર્ણવવામાં આવી હતી.અગાઉની મનરેગા યોજનામાં 100 દિવસ કામ મળતું હતું, જે હવે વધારીને 125 દિવસ કરવામાં આવ્યું છે. વાવણી અને કાપણીની સીઝન દરમિયાન 60 દિવસ કામ રોકવાની જોગવાઈ છે, જેથી શ્રમિકો ખેતીકામ કરી શકે. આમ, વર્ષમાં કુલ 185 દિવસની રોજગારી સુનિશ્ચિત થશે.મનરેગામાં 15 દિવસે વેતન મળતું હતું, જ્યારે નવી યોજનામાં દર અઠવાડિયે વેતનની ચુકવણી થશે.ભ્રષ્ટાચાર રોકવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન, જીઓ-ટેગિંગ અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) નો ઉપયોગ કરવામાં આવશે.આ યોજના માત્ર મજૂરી પૂરતી મર્યાદિત નથી, પરંતુ પશુપાલન, ડેરી, ફૂડ પ્રોસેસિંગ અને MSME જેવા ક્ષેત્રોમાં કૌશલ્ય વર્ધન પર ભાર મૂકે છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ યોજના 'હર હાથ કો કામ, હર કામ કા સન્માન' ના વિઝનને સાકાર કરશે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, વિપક્ષને 'રામ, ગામ અને કામ' ત્રણેય શબ્દોથી વાંધો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગ્રામીણ ગરીબીમાં મોટો ઘટાડો થયો હોવાથી હવે આધુનિક જરૂરિયાતો મુજબ યોજનામાં ફેરફાર કરાયા છે.
