Skip to main content
Settings Settings for Dark

જાણો, કયા સ્થળો પર યોજાઇ વિકસિત ભારત સંકલ્પ યાત્રા

Live TV

X
  • નર્મદા-હેડવા
    નર્મદા જિલ્લાના નાના હેડવા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકાબેન વસાવાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા.આ ઉપરાંત કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપતી ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ દેખાડવામાં આવી હતી. ભારત એક વિકસિત રાષ્ટ્ર બને તે માટે પ્રયાસો કરવા ગ્રામજનોએ સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ અવસરે  “મેરી કહાની, મેરી જુબાની”  અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો અંગે માહિતી આપી હતી.

    વડોદરા 
    વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરકારી યોજનાનાના લાભ વંચિતો સુધી પહોંચે તે માટે શહેરના વિવિધ વોર્ડમાં ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી. વોર્ડ 13માં યોજાયેલા કાર્યક્રમમાં લોકોની ટી.બી, સિકલ સેલ સહિતની આરોગ્ય તપાસ કરવામાં આવી હતા. વધુમાં, પોષણ યોજના, પીએમ સ્વનિધી, ઉજ્જ્વલા  યોજના ,આયુષ્માન કાર્ડ યોજનાના લાભો લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં વડોદરાના સાંસદ અને ધારાસભ્ય સહિત સ્થાનિક કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.

    મહીસાગર-લુણાવાડા-નાની પાલ્લી/મોટી પાલ્લી 
    મહીસાગર જિલ્લાના છ તાલુકાઓમાં હાલ ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રવિવારે સવારે લુણાવાડા તાલુકાના નાની પાલ્લી અને બપોર બાદ મોટી પાલ્લી ગામે પહોંચતા ગ્રામજનોએ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નાની પાલ્લી અને મોટી પાલ્લીના સરપંચે ગ્રામજનોને સરકારની યોજનાનો વધુમાં વધુ લાભ લઈને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ "મેરી કહાની, મેરી જુબાની" ના સ્વરૂપે યોજનાકીય લાભોની પ્રસ્તુતિ કરીને ગ્રામજનોને સરકારી યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા.

    અમદાવાદ 
    વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આ રથ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને નાગરિકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ અને તેની વિગતો વિશે માહિતગાર કરે છે ત્યારે રવિવારે રથનું ઓઢવ ખાતે આગમન થયું હતું. સાંસદ હસમુખભાઈ પટેલ તથા તમામ સ્થાનિક કોર્પોરેટરોએ રથનું સ્વાગત કર્યું હતું. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાનને કેન્દ્રમાં રાખીને નૃત્ય રજૂ કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, પૂરક પોષણ યોજના, સ્વનિધિ યોજના, નિક્ષય પોષણ યોજના, ખેલો ઇન્ડિયા, સફાઈ કામદાર યોજના, આવાસ યોજના, પ્રધાનમંત્રી જન ઔષધી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply