Skip to main content
Settings Settings for Dark

જાણો, ગુજરાતનાં વિવિધ સ્થળો પર યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે

Live TV

X
  • ભારત સરકાર તથા રાજય સરકારની વિવધ યોજનાઓના અમલીકરણ માટે છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓ પહોંચે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારી યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડવાના હેતુસર રાજ્યભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ રહી છે. 

    ખેડા-મહુધા-હેરંજ 
    ખેડા જિલ્લાના મહુધા તાલુકાના હેરંજ ગામે કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો જરૂરિયાતમંદ નાગરિકો સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો, જ્યાં ગુજરાત સરકારના રાજ્યક્ક્ષના સહકારમંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ ગ્રામજનોએ સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. મંત્રીના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ જગદીશ વિશ્વકર્માએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપી મંગળ ગ્રૃહપ્રવેશની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ તેઓએ લાભાર્થીઓ સાથે સંવાદ સાધી ગ્રામજનોને યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા. સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, માતૃશક્તિ યોજના અંતર્ગત મહિલાઓને વિટામિન કીટ આપી તમામ ગ્રામજનોને વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહુધાના ધારાસભ્ય  સંજયસિંહ મહિડા, જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ તેમજ ખેડા જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં હેરંજ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

    ખેડા-નડિયાદ-સલુણ 
    નડિયાદ તાલુકાના સલુણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી. જેમાં સ્વસ્થ બાળ સ્પર્ધા ઇનામ અને કિશોરી પૂર્ણા કીટ, સ્વજલ ધારા યોજનામાં સરપંચને પ્રમાણપત્ર, ખેતીવાડી વિભાગ તરફથી સોઇલ હેલ્થ કાર્ડ યોજનાના લાભાર્થીઓને સરકારની યોજનાઓથી માહિતગાર કરી યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા. જેમાં અનેક મહાનુભાવો તથા સરપંચના હસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું.

    અમદાવાદ-અમરાઇવાડી 
    ભારત સરકાર તથા રાજય સરકારની વિવધ યોજનાઓના અમલીકરણ માટે છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓ પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ છે લોકોને વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી રહી છે જે અંતર્ગત શનિવારે અમદાવાદમાં અમરાઈવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમમાં અમરાઈવાડીના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

    નર્મદા-તિલકવાડા-વડીયા 
    નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વાડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો. જેમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભ વિતરણ કરવામાં આવ્યા હતા.

    ધંધુકા-ઝીંઝર, જસ્કા
    વિક્સિત ભારત સંકલ્પ યાત્રાનાં ધંધુકા તાલુકાનાં પ્રવાસ સંદર્ભે આજે ઝીંઝર અને જસ્કા ગામે યાત્રા પહોંચી આ પ્રસંગે પ્રાંત અધિકારી કુંભાણી સાહેબ મામલતદાર વિજયસિંહ ડાભી સાહેબ તાલુકા વિકાસ અધિકારી ભુવાત્રા સાહેબ અને વહીવટી તંત્રનાં 17 ટેબલ સાથે સંબધિત કર્મીઓ સાથે ગુજરાત વિદ્યુત બોર્ડ, બેન્ક, પાણીપુરવઠા સહિતનાં રાજ્ય સરકારનાં વિભાગો સાથે  અને બન્ને ગામના સરપંચોની પ્રેરક ઉપસ્થિતિમાં આ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઉદ્દેશ વિશે ગગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેમ કે પીએમ સ્વનિધી યોજના, આયુષ્માનકાર્ડ યોજના, પીએમ ઉજવલ્લા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ વિશ્વકર્મા યોજના વગેરે અલગ અલગ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા. આ પ્રસંગે વિવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારી યોજનાના કારણે તેમના જીવનમાં આવેલા પરિવર્તન વિશે જણાવ્યું હતું. તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને સ્થળ પર યોજનાના લાભ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કાર્યકમ બાદ વિવિધ યોજનાના સ્ટોલ ઉપર યોજનાના લાભ આપવા માટે સંબધિત વિભાગ દ્વાર ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી.  

    છોટાઉદેપુર-બોડેલી-ચાચક
    દેશના જનજન સુધી છેવાડાના માનવી સુધી સરકારી યોજનાની માહિતી તથા લાભ પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. સરકારની 17 જેટલી ફ્લેગશીપ યોજનાની જાણકારી લઈને ગામે ગામે યાત્રા પહોંચી રહી છે. બોડેલીના ચાચક ગામે યાત્રા પહોંચતા ગ્રામજનોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. કેન્દ્ર સરકારના કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવ ભબાની પ્રસાદ પાટીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. તેમણે યાત્રાને સંબોધતા નાગરિકોને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં કાર્ય કરવાના સંકલ્પમાં સહભાગી થવા અપીલ કરી હતી તથા યોજનાઓથી વંચિત રહેલા નાગરિકોને યોજના અંગે નોંધણી કરવાનું જણાવ્યુ હતું. વધુમાં મેરી કહાની, મેરી જુબાનીના માધ્યમથી લાભાર્થીઓએ યોજના થકી પોતાના જીવનમાં આવેલ પરિવર્તનની કક્ષા વર્ણવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply