12 ડિસેમ્બરે સુરતમાં યોજાશે સાઉધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ખાતે જેમ્સ અને જ્વેલરી- પ્રી-વાઇબ્રન્ટ સેમિનાર
Live TV
-
બારમી ડિસેમ્બરે સુરતમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ખાતે જેમ્સ અને જ્વેલરી સેક્ટર પર પ્રી-વાઇબ્રન્ટ સેમિનાર યોજાશે. ગૃહ મંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં સંબોધન કરશે.આ સેમિનાર ‘વિકસિત ભારત @2047’ માટે ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની ભૂમિકાને સંકલિત કરવા માટે છે, જેમાં ત્રણ ટેક્નિકલ સત્રોનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ સેમિનાર દરમિયાન કેટલાક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને વૈશ્વિક વક્તાઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ અને અન્ય સંબંધિત હિતધારકો ‘વિકસિત ભારત @2047’ માટે ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રની ભૂમિકા અંગે વિચાર-વિમર્શ કરશે.
