Skip to main content
Settings Settings for Dark

જામનગરઃ કુખ્યાત જયેશ પટેલના સાગરિત રજાક સોપારીની ધરપકડ

Live TV

X
  • જામનગરમાં વધી રહેલ ભૂ-માફિયાઓના ગુનાખોરી નેટવર્કની ચેઈન તોડવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ સ્પેશ્યલ ઓપરેશનનો ત્રીજો ભાગ ખુલ્યો છે. કુખ્યાત જયેશ પટેલના માફિયાગીરી સામ્રાજ્યનો ખાત્મો બોલાવવાના ભાગ રૂપે આજે ATS અને SOG દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું.

    જામનગરમાં વધી રહેલ ભૂ-માફિયાઓના ગુનાખોરી નેટવર્કની ચેઈન તોડવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ સ્પેશ્યલ ઓપરેશનનો ત્રીજો ભાગ ખુલ્યો છે. કુખ્યાત જયેશ પટેલના માફિયાગીરી સામ્રાજ્યનો ખાત્મો બોલાવવાના ભાગ રૂપે આજે ATS અને SOG દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું.

    કુખ્યાત જયેશ પટેલના સાગરીતો પર ધ્યાન કેન્દ્રિત કરી પોલીસ દ્વારા સપ્તાહમાં આ ત્રીજું ઓપરેશન પાર પાડ્યુ છે. આ ઓપરેશનમાં જયેશ પટેલના કુખ્યાત સાગરિત રજાક સોપારીની ધરપકડ કરી લેવામાં આવ્યો છે. રજાક સોપારીએ જયેશના ઈશારે જુલાઈ માસમાં જામનગરના બિલ્ડર ગીરીશ ડેર પર ફાયરીંગ કરાવ્યું હોવાનું સામે આવ્યુ હતું. ફાયરીંગની ઘટના બાદથી રજાક સોપારી ફરાર હતો.

    આ ઓપરેશનમાં ATS અને SOG ની ટીમે બેડી બંદર રોડ પર કરેલ કાર્યવાહીમાં રજાક સોપારીની ધરપકડ કરી છે. અનેક ગુનાઓમાં સંડોવાયેલ જયેશ પટેલે તેના સાગરિત રજાક સોપારીને બિલ્ડર પર ફાયરીંગ કરાવવાનો હવાલો સોંપ્યો હતો. રજાકે પોતાના ભાઈને સામેલ કરી ત્રણ ભાડુતી માણસો દ્વારા ફાયરીંગ કરાવ્યું હતું. આ ઘટના બાદ રજાક સોપારી પોલીસના રડારમાં હતો, ત્યાર બાદ હવે પોલીસને સફળતા મળી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply