Skip to main content
Settings Settings for Dark

જામનગરની વિદ્યાલય દ્વારા પ્રભુ શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની 15,111 દીવડા દ્વારા ઉજવણી કરવામાં આવી

Live TV

X
  • જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ પ્રથમ જ્યોત પ્રગટાવી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો.

    પ્રભુ શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમિતે શ્રી સત્ય સાઈ વિદ્યાલયના આંગણમાં આનંદની ઉજવણી છવાઈ ગઈ. ભારતના ઇતિહાસમાં આ મહત્વપૂર્ણ અવસરની શાળા અને તેના વિદ્યાર્થીઓએ હૃદયપૂર્વક અને ઉત્સાહપૂર્ણ ઉજવણી કરી હતી. શ્રી સત્ય સાંઈ વિદ્યાલયનું આંગણ 15,111 દીવડાથી જગમગી ઉઠ્યું.

    શ્રી સત્ય સાઈ વિદ્યાલયમા માત્ર દીવડાની જ્યોત જ નહિ પરંતુ આ 15,111 દીવડાથી અયોધ્યા સ્થિત પ્રભુ શ્રીરામના મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી. શાળાએ દીવડા સાથે પ્રસંગ અનુરૂપ 2000 ફૂટની રંગોળીથી શ્રીરામના આગમનનો હર્ષ દર્શાવ્યો હતો. આ ભવ્ય ઉજવણીનો હેતુ શ્રીરામનું મહત્વ અને તેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને પ્રકાશિત કરવાનો છે. 

    શ્રી સત્ય સાઈ વિદ્યાલયના ચેરમન, જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ પ્રથમ જ્યોત પ્રગટાવી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. જમસાહેબનો આ ભાવ આપણી સાંસ્કૃતિક વારસાને જાળવવા અને જતન કરવાની તેઓની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

    શ્રીરામ મંદિરની પવિત્રતાને પ્રતિબિંબિત કરતો આ પ્રસંગ ભગવાન શ્રીરામના ભક્તિમય ભજનથી ગુંજી ઉઠ્યો હતો. જેમાં 5000થી વધુ ઉત્સાહી સહભાગીઓના આ મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બન્યા હતાં. શ્રી સત્ય સાંઈ વિદ્યાલય આ ઐતિહાસિક ક્ષણનો એક ભાગ બનવાનું તેઓ ગર્વ અનુભવે છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply