Skip to main content
Settings Settings for Dark

સોમનાથ મહાદેવ મંદિર ખાતે 3.5 કરોડ શ્રીરામ નામ મંત્ર લખેલ પોથીજીની નીકળી શોભાયાત્રા

Live TV

X
  • અયોધ્યા નુતન રામ મંદિરનાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સોમનાથમાં સાડા ત્રણ કરોડ શ્રીરામનામ મંત્રપોથીજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

    અયોધ્યા નુતન રામ મંદિરનાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સોમનાથમાં સાડા ત્રણ કરોડ શ્રીરામનામ મંત્રપોથીજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રથમ રામનામ લખી પ્રારંભ કરાયેલા આ સાડા ત્રણ કરોડ રામનામ મંત્ર લેખન અભિયાન સોમનાથ સ્થિત શ્રીરામ મંદિર ખાતે યોજવામાં આવ્યું હતું. આ અભિયાનમાં જન-જન જોડાતા ગયા અને માત્ર એંશી દિવસમાં જ 11 થી વધુ ભાષામાં 50 હજારથી વધુ લોકોએ આ કરોડો મંત્રો લખવાનુ લક્ષ્યાંક પાર પાડ્યું હતું.

    અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે જ્યાંથી શ્રી રામ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ લેવાયો હતો તે સંકલ્પ ભૂમિ સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટના શ્રી નૂતન રામ મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજન સાથે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યામાં શ્રીરામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર પરિસરમાં હજારો ભક્તોએ રામધુન બોલાવી રામમય બન્યા છે. તો સમગ્ર સોમનાથ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply