રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ ભાવનગરમાં યોજાયો ભવ્ય કાર્યક્રમ
Live TV
-
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ ભાવનગર ખાતે પણ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શહેરના આતાભાઈ ચોક ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ ભાવનગર ખાતે પણ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શહેરના આતાભાઈ ચોક ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના 1 હજાર 551 નાના ભૂલકાઓ શ્રીરામની વેશભૂષામાં સજ્જ થઇ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના રૂપાણી સર્કલ થી શોભાયાત્રા પ્રસ્થાન થતા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, આતાભાઈ ચોક ખાતે પ્રસિદ્ધ કલાકારો દ્વારા ભક્તિગીતોની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ અભય ચૌહાણ સહિત ભાવનગરના શ્રેષ્ઠીઓ અને આગેવાનો તેમજ કાર્યકરો અને વિશાળ જનમેદની ઉપસ્થિત હતા.
