જામનગરમાં કારગિલ વિજય દિવસ કરાઈ ઉજવણી, શહીદોને અર્પણ કરાઈ શ્રદ્ધાંજલિ
Live TV
-
હાલાર જિલ્લા માજી સૈનિક મંડળે આજે 'વિજય કારગિલ દિવસ' નિમિત્તે જામનગર જિલ્લામાં કારગિલ યુદ્ધના શહીદ વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે, રણમલ તળાવ, ગેટ નં.૧, શહીદ સ્મારક ખાતે આજે સવારે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ, જામનગરના પ્રમુખ ભરતસિંહ એન. જાડેજાએ આયોજિત આ કાર્યક્રમમાં, જિલ્લાના નાગરિકો, સૈન્ય અધિકારીઓ અને અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ઉપસ્થિત સૌએ વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના અપ્રતિમ શૌર્ય અને બલિદાનને યાદ કર્યા હતા.
આ અવસરે, દેશની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનાર સૈનિકોના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી અને યુવાનોને તેમના આદર્શોમાંથી પ્રેરણા લેવા હાકલ કરવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ સમારોહ દ્વારા દેશભક્તિના ભાવને વધુ મજબૂત બનાવવામાં આવ્યો, અને વીર જવાનોનું બલિદાન હંમેશા આપણા હૃદયમાં અમર રહેશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી.
