Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગરમાં કારગિલ દિવસની ઉજવણી, કારગિલ વોરિયર્સે વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન

Live TV

X
  • સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી. માજી સૈનિક અને કારગીલના વોરિયર્સ દ્વારા કૉલેજના વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન આપવામાં આવ્યું,. કારગિલ યુદ્ધ વખતે પોતાની આપવીતી તેમજ આર્મીના જવાનો દ્વારા કરેલ કામગીરીની જાણકારી આપી.

    આર્મીના જવાનો દેશની બોર્ડર ઉપર રાત દિવસ રહીને આપણા દેશની અને આપણી રક્ષા કરે છે. ત્યારે પાડોશી દેશ સાથે ગમે ત્યારે અથડામણ થાય અથવા યુદ્ધ થાય ત્યારે આ જવાનો પોતાના જીવ પણ આપી દે છે. 1999 માં પાકિસ્તાન સામે જે કારગિલ યુદ્ધ થયુ અને તેમાં આપણા દેશના જવાનોએ પોતાના પ્રાણ પણ આપેલ છે. અને દુશ્મન દેશ સામેં જીત મેળવી હતી. 

    આજે તારીખ 26 જુલાઈ ને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.કારગિલ યુદ્ધ વખતે આર્મીમાં મેડિકલ વિભાગમાં ફરજ બજાવતા અને હાલ નિવૃત વિપુલભાઈ દવે જે કારગીલ ના વોરિયર્સ છે અને સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા માં રહે છે અને સુરેન્દ્રનગર  માજી સૈનિક સંગઠનના પ્રમુખ છે તેમના દ્વારા આજરોજ આજની યુવા પેઢીને આર્મી વિશે માહિતગાર થાય તેમજ આજની યુવા પેઢી આર્મીમાં જોડાય તે માટે લીંબડી સખીદા કોલેજ તેમજ સુરેન્દ્રનગર એમ પી શાહ કોમર્સ કોલેજ ખાતે તેમણે પોતાનું વક્તવ્ય આપ્યું હતું 

    કારગિલ યુદ્ધ વખતે કેવી પરિસ્થિતિ હતી અને તે સમયે અમે કેવી રીતે કામગીરી કરી અને દુશ્મન દેશ સામે વિજય મેળવ્યો તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને આજની યુવા પેઢી આર્મી માં જોડાય તે માટે લોકોને અપીલ કરી હતી આવા કાર્યક્રમો થકી આજની યુવા પેઢીને દેશ પ્રત્યે દેશ પ્રેમ જાગે આર્મી માં જોડાવા માટે માર્ગદર્શન  મળે તે પૂરું પાડે છે. 

    આજે યોજાયેલ  કાર્યક્રમમાં કોલેજના વિધાથીર્ઓ તેમજ NCC ના સ્ટુડન્ટ સહિત કોલેજના પ્રિન્સિપાલ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ યુદ્ધમાં શહીદ થયેલ આપણા જવાનોને  પુષ્પાંજલિ અર્પી હતી અને કોલેજ દ્વારા કારગિલ યુદ્ધના વોરિયર્સને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply