Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં કુલ 155 કરોડના વિવિધ વિકાસ કામોનું મુખ્યમંત્રીએ ઈ-લોકાપર્ણ અને ભૂમિપૂજન કર્યું

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જામનગરમાં કુલ 155 કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાપર્ણ અને ભૂમિપૂજન કર્યું હતું. જેમાં જામનગર મહાનગરમાં EWS આવાસ સહિત ડ્રેનેજ અને પાણીની નવી પાઇપલાઇનના તથા ઐતિહાસિક ભુજીયા કોઠાના નવીનીકરણના કાર્યો કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીની મહત્વપૂર્ણ જનહિત યોજના નલ સે જળ અન્વયે ગુજરાતમાં 75 ટકા લોકોને ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવામાં દેશભરમાં આ યોજનામાં ગુજરાત અગ્રેસર છે. ત્યારે રાજ્યમાં કોઇપણ વ્યક્તિને ફ્લોરાઇડ કે ક્ષારયુક્ત પાણી પીવું ના પડે તેવી નેમ સાથે ડંકી મુક્ત ગુજરાતનો મુખ્યમંત્રીએ કોલ આપ્યો હતો. મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતેથી ડિજીટલ રીતે આ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી આર. સી. ફળદુ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply