Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં રાજપૂત સંસ્થાઓનું 11મું રાજ્ય કક્ષાનું સ્નેહમિલન યોજાયું

Live TV

X
  • છેલ્લા દસ વર્ષથી ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં રાજ્યકક્ષાનું સ્નેહમિલન સમારોહ યોજાય છે. ત્યારે આ વર્ષે 11મું રાજ્ય કક્ષાનું સ્નેહમિલન જામનગરમાં યોજવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

    પંચાયત કર્મચારી નગર જામનગર ખાતે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગૌવુભા જાડેજાના સહકારથી ગુજરાતની મહત્વની રાજપૂત  સંસ્થાના પ્રતિનિધિઓની બેઠક જામનગરમાં યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, રજપૂત અગ્રણી જયરાજસિંહ પરમાર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. 

    રાજપૂત સમાજના સર્વાંગી વિકાસ શિક્ષણ રોજગાર ઉદ્યોગ અને સામાજિક પ્રશ્નો અંગે આ સ્નેહ મિલનમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, આ સ્નેહમિલનમાં જામનગર ઉપરાંત દ્વારકા, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચા વિચારણામાં ભાગ લીધો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply