જામનગર: અનાથ અને નિરાધાર બાળકોએ પણ શ્રાવણી મેળાની માણી મોજ
Live TV
-
જામનગરના લોકમેળો સૌરાષ્ટ્રમાં વિખ્યાત છે અને લોકમેળાનો આનંદ માણવો એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે ત્યારે જામનગર તેમજ આસપાસના વિસ્તારના 400 જેટલા ગરીબ જરૂરિયાત મંદ અને નિરાધાર બાળકોને આજે લોકમેળાની મોજ માણી હતી.
આયોજકો શબીરભાઈ અખાણી, નિલેશભાઈ મંગે, જીગ્નેશભાઈ નંદા તેમજ સાથી મિત્રો અને પ્રદિપસિંહ વાળા તેમજ સેવાભાવી સંસ્થાઓએ આગ આવી ગરીબ જરૂરિયાત મંદ અને નિરાધાર બાળકોને મેળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત તેમને ભોજન પણ આપવામાં આવ્યું હતું.
દર વર્ષની જેમ આ વખતે પણ જામનગરના પ્રદર્શન મેદાનમાં લોક મેળવનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ એનજીઓ સંસ્થાઓ તેમજ મેળાની રાઈડના સંચાલકોએ અનાથ અને નિરાધાર બાળકોને તમામ નાની મોટી રાઇડસમાં અનલીમીટેડ સમય માટે બેસાડીને મન ભરીને મનોરંજન પૂરું પાડ્યું હતું .
જામનગર નજીક લાખાબાવળની નાલંદા આશ્રમ શાળા સ્કૂલના જરુરીયાત મંદ 200 જેટલા બાળકો, તેમજ નાઘેડીની કેજીબીવી સ્કુલની 100 જેટલી બાળાઓ અને 100 જેટલા ચિલ્ડ્રન હોમના આશ્રિત બાળકોને આ મેળાનો આનંદ માણવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
