સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025નું કર્યું આયોજન
Live TV
-
રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે 'શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025 નું આયોજન કરવમાં આવ્યું છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે આ પ્રકારનું આયોજન કર્યું છે.
નર્મદા જિલ્લામાં પણ ગણેશ પંડાલોનાં સંચાલકો આ સ્પર્ધામાં ભાગ લેશે અને ગણેશ મહોત્સવ દરમિયાન ઓપરેશન સિંદૂરની થીમ પર પંડાલ તૈયાર કરશે. શહેર તથા જિલ્લા કક્ષાની અલગ અલગ ટીમો દ્વારા મૂલ્યાંકન કરી પ્રોત્સાહન આપવામાં આવશે.
દેશમાં પ્રથમ વખત આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર મૂકવામાં આવશે અને 'ઓપરેશન સિંદૂર' જેવી દેશભક્તિની થીમ થકી સૈન્યના મનોબળને મજબૂત કરી શકાય તેવા ઉપદેશ્યથી આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજપીપળા જિલ્લા સેવાસદન ખાતે નિવાસી નાયબ કલેકટર સી.કે. ઉધાડની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી. આ પ્રતિયોગિતા અંતર્ગત રાજ્યભરમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલોને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરોમાં શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કૃત કરવામાં આવશે.ચાર મહાનગરો સિવાયના 29 જિલ્લાઓમાં પણ શ્રેષ્ઠ 3 ગણેશ પંડાલોને પુરસ્કાર અપાશે. આ ઉપરાંત, 5 પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા પંડાલોને ₹1,00,000/- લેખે આપવામાં આવશે.
