Skip to main content
Settings Settings for Dark

જામનગર મ.પા દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા જામનગર શહેરના વોર્ડ નંબર 7 અને 8માં પહોંચી હતી

Live TV

X
  • જામનગર મ.પા દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા જામનગર શહેરના વોર્ડ નંબર 7 અને 8માં પહોંચી હતી

    જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા જામનગર શહેરના વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર આઠમાં પહોંચી હતી. જેમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઇ નાખવા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંકલ્પ યાત્રાનું પુષ્પ અને તિલક દ્વારા સ્વાગત કર્યું હતું અને આ યાત્રાનો બહોળા પ્રમાણમાં લાભ લેવા લોકોને અપીલ કરી હતી. દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના બીએલસી ઘટકના લાભાર્થી ને સર્ટિફિકેટ વિતરણ તથા PM સ્વનિધિ,  મુદ્રા યોજનાના લાભાર્થીને ચેક વિતરણ, આયુષ્યમાન કાર્ડના લાભાર્થીને કાર્ડ વિતરણ, કરવામાં આવ્યું હતું. તેમજ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્યમાન કાર્ડના લાભાર્થીએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply