જામનગર: લાલપુરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું
Live TV
-
આજે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને લાલપુર તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના અધ્યક્ષ મેય ગરસર અને મંચસ્થ મહેમાનોના હસ્તે લાભાર્થીઓને મંજૂરી પત્રો અર્પણ કરાયા હતા. તેમજ મંચસ્થ મહેમાનોના હસ્તે લાલપુર તાલુકા પંચાયત હેઠળ સમાવિષ્ટ 19 ગામોને ડોર-ટુ-ડોર વેસ્ટ કલેકશન માટે ઈ-રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા ઘરે-ઘરેથી વેસ્ટ કલેક્શન નિયમિતપણે કરવામાં આવે છે. આ અત્યાધુનિક ઈ-રીક્ષાના વપરાશથી સમય, નાણાં અને શક્તિનો બચાવ થાય છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાનીમાં પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. આ ઉપરાંત વિશિષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરેલા લાલપુરના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
