જામનગર : લાલપુર તાલુકાના બબરઝર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આયોજન કરાયું
Live TV
-
પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અન્વયે, જામનગર જિલ્લામાં ગામડે-ગામડે વિકસિત ભારત રથયાત્રામાં લોકોને વિવિધ યોજનાઓની જાણકારી મળી રહી છે. જામનગર જિલ્લામાં ઉત્સાહભેર ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં સહભાગી બની રહયા છે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બબરઝર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારીને રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં આયોજિત તેમજ આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોએ તેમની આરોગ્ય તપાસણી કરાવી હતી. સોઈલ હેલ્થ કાર્ડ નિદર્શન, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ અને ધરતી કરે પુકાર પ્રાકૃતિક કૃષિ નુક્કડ- નાટક રજૂ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત પીએમ ઉજ્જવલા યોજના, પીએમ કિશાન સ્વનિધી યોજના, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. આ કાર્યક્રમમાં લાલપુર તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
