Skip to main content
Settings Settings for Dark

જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

Live TV

X
  • સંકલનના પ્રશ્નોનું સત્વરે હકારત્મક નિવારણ લાવવા અધિકારીઓને અનુરોધ કરતાં કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ

    અમદાવાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પુછાયેલા પ્રશ્નોને પ્રાધાન્ય આપી, તેનું સત્વરે હકારાત્મક નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કરાયો હતો. જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે સંકલનમાં પુછાયેલા પ્રશ્નોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, ત્વરિત નિયમાનુસાર કાર્યવાહી થાય તે જરૂરી છે. વધુમાં, આચારસંહિતાના અમલના કારણે પડતર રહેલાં માર્ગ અને મકાન વિભાગનાં વિવિધ કામો સત્વરે હાથ પણ સૂચના આપી હતી.

    આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાના તેમજ સિંચાઈના પાણીના પ્રશ્નો, નદીમાંથી કાંપ કાઢી તેને ઊંડી કરવી, વરસાદી પાણીનો નિકાલ, કિસાન સન્માન નિધિ, ગૌચરની જમીન, તળાવના પાણીના પ્રશ્નો, ડેટા એન્ટ્રી, ગટરના પ્રશ્નો, હાઈવે આસપાસનાં દબાણો દૂર કરવા, રેલવે સ્ટોપેજ સહિત ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓના પ્રશ્નોની ચર્ચા કરી હકારત્મક નિવારણ કરાયું હતું.

    જ્યારે અન્ય પ્રશ્નોમાં રાજ્યસભા સાંસદની ગ્રાન્ટનાં બાકી કામો, શહેરી વિસ્તારના વિવિધ પ્રશ્નોમાં રેલવેને લગતા વિવિધ પ્રશ્નો, વીજળી, ટ્રાફિક, દબાણ, કાયદો અને વ્યવસ્થા, નવી પોસ્ટ ઑફિસ સહિતના પ્રશ્નોની ચર્ચા કરી ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી.

    આ બેઠકમાં રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન, ધારાસભ્યો સર્વશ્રી કિરીટસિંહ ડાભી, કાળુભાઈ ડાભી, બાબુભાઈ પટેલ, કનુભાઈ પટેલ, અમિત ઠાકર, શ્રીમતી પાયલ કુકરાણી તથા કંચનબેન રાદડિયા, કૌશિક જૈન, જીતુભાઈ પટેલ, અમૂલ ભટ્ટ, હર્ષદ પટેલ, અમિત શાહ, દિનેશસિંહ કુશવાહ, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિત સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
apply