જૂનાગઢઃ 22 જૂન શાપુર-વંથલી ગામ માટે હતો ગોઝારો દિવસ
Live TV
-
22 જૂન 1983નો દિવસ જૂનાગઢ જિલ્લાના શાપુર અને વંથલી સોરઠ માટે ખૂબ કરુણ દિવસ હતો. તે દિવસે ત્યાં અનરાધાર અતિવૃષ્ટિ થઈ.
માત્ર 24 કલાકમાં 60 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, નદી નાળા પણ પાણી ન સમાવી શક્યાં અને નદીઓના વહેણ પણ આડા ફંટાયા.
તે સાથે જુનાગઢ ગિરનાર પર્વત માળામાં પણ ઉપરવાસના વરસાદની સાથે ઓજત, ઉબેણ અને કાળવો આ ત્રણેય નદીઓ ભરપૂર હતી અને તેથી સર્જાયું જળ હોનારત. શાપુર ગામ તેમજ આજુબાજુના નાના ગામડાઓ પણ પાણીમાં વિલિન થયા.
લગભગ 500 થી પણ વધારે લોકોનો ભોગ લેવાયો. હજારોની સંખ્યામાં પશુ પક્ષીઓએ પ્રાણ ગુમાવ્યા અને એક મોટી તારાજી સર્જાઈ ગઈ. ગામનાલોકો આજે પણ આ વાતને ભૂલ્યા નથી. એ આંસુ, એ ચીસો, ચારેકોર ગંદકી અને ખંડેર મકાનોએ ભયાનક સર્વનાશ, કુદરત ક્યારેય પણ ન બતાવે એવું કહી રહ્યા છે.
આ ગામ ખુબ જાણીતું હતુ. આજુબાજુનાં ગામડાંના હટાણા પણ આ ગામમા હતા. ધંધા રોજગાર પણ સારા હતા. તારાજી એ શાપુરને ભાંગી નાખ્યું. લોકો સ્થળાંતર કરીને મોટાભાગે જતા રહ્યા. હાલ 37 વર્ષ પછી શાપુર ફરી વ્યવસ્થિત થયું છે. પરંતુ લોકોને તે દિવસોની યાદ ક્યારેય ભુલાય તેવી નથી.
