પાટણઃ નર્મદા ડેમની સપાટી વધતા અન્ય નદીઓમાં પણ છોડાયું પાણી
Live TV
-
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી આવેલા સરદાર સરોવર ડેમની સપાટીમાં, વધારો થયો છે. ડેમમાં 127 મીટરથી વધુ સપાટી સુધી પાણીનો જથ્થો છે.
મુખ્ય કેનાલમાં પાણી વધતા સરકારે સુજલામ સુફલામ તેમજ નર્મદા કેનાલ થકી ગુજરાતની અન્ય નદીમા પાણી છોડ્યા છે ત્યારે ગઇકાલે પાટણથી 10 કીમી દૂર કમલી વાડા ગામ પાસેથી પસાર થતી, સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલમાં પણ 270 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે.
સિંચાઈ વિભાગ દ્વારા સરસ્વતી બેરેજ અને નદી કાંઠે આવતા શેર પૂરા, અનાવાડા, બાંદી પુરા, ફૂલેસના સહિત 21 ગામોને સુચના આપવામા આવી છે. તો સ્થાનિકોને નદીમાં નહીં ઉતારવા પણ સલાહ અપાઈ છે.
