Skip to main content
Settings Settings for Dark

સુરતઃ કોરોના કેસ વધતા 3 મુખ્ય હીરાબજાર શનિ-રવિ રહેશે બંધ

Live TV

X
  • રત્ન કલાકારોમાં વધી રહેલા કોરોના સંક્રમણ મામલે સુરત ડાયમંડ એસોસીએશન અને મ્યુનસિપલ કમિશનર વચ્ચે મળી અગત્યની બેઠક

    સુરતમાં સુપર સ્પ્રેડર બનેલા રત્ન કલાકારોમાં કોરોના વધુ વકરે નહીં તે માટે સુરત ડાયમંડ એસોસિએશન કાર્યાલય ખાતે એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી. સુરત ડાયમંડ એસોસિએશન અને તંત્ર વચ્ચે યોજાયેલી આ બેઠકમાં હીરા ઉદ્યોગ ચાલુ રાખવો કે બંધ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

    આ બેઠકમાં હીરા ઉદ્યોગ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, સુરતના ત્રણ મુખ્ય હીરા બજાર મહિધરપુરા, ચોકસી વાડી અને વરાછા મીની બજાર શનિવાર અને રવિવારે બંધ રાખવા નિર્ણય લેવાયો છે.

    તો સાથે જ જે હીરાના કારખાનામાં એક કરતા વધુ કેસ આવે તે યુનિટ સંપૂર્ણ સ્વયંભુ બંધ રાખવા નિણર્ય લેવામાં આવ્યો છે. ઉપરાંત સુરત ડાયમંડ એસોસિએશન ટીમ બનાવીને ઈન્સ્પેક્શન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply