Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં કોરોના કેસની સરખામણીમાં સાજા થયેલા લોકોની સંખ્યા વધી

Live TV

X
  • લાંબા સમય બાદ ગુજરાતમાં નવા કેસની સરખામણીમાં સાજા થયેલા કેસની સંખ્યા વધી. રાજ્યનો રિકવરી રેટ થયો 71 ટકા.

    રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કુલ 6 હજાર 296 કેસ તો 1 હજાર 664 લોકોએ જીવ ગુમાવ્યો

    રાજ્યમાં છેલ્લા ચોવિસ કલાકમાં નવા 580 કેસ નોંધાયા છે. જેમા અમદાવાદમાં 273 અને સુરતમાં નવા 173 કેસ સામે આવ્યાં છે. જ્યારે છેલ્લા ચોવિસ કલાકમાં 25 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે નવા કેસ કરતાં વધુ દર્દીઓ સાજા થઇને પરત ઘરે ગયાં છે.

    24 કલાકમાં 655 દર્દીઓ કોરોનાને માત આપીને પરત ઘરે ફર્યા છે. આમ રાજ્યમાં કોરોના સામે સ્વસ્થ થતાં રાજ્યોનો રિકવરી દર 71 ટકા થયો છે. અમદાવાદમાં પણ 427 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ તરફ જામનગરમાં છેલ્લાં 24 કલાકમાં 11 કેસ નોંધાતા દર્દીઓની કુલ સંખ્યા 130 પર પહોંચી ગઈ છે. જ્યારે સેલવાસમાં કોરોના પોઝિટીવના 4 નવા કેસ નોંધાયા છે.

    એ જ રીતે મહિસાગરના લુણાવાડામાં કાલે નવા 3 કેસ નોંધાતા કુલ સંખ્યા 137 પર પહોંચી છે. વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં જિલ્લા આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી છે. તો ગીર સોમનાથના તાલાલામાં 35 વર્ષના એક ભાઈ ખાનગી તબીબને ત્યાં મેડિકલ કેમ્પમાં સારવારમાં આવ્યાં ત્યારે તેમને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.

    બોટાદ જીલ્લામાં સાળંગપુર ગામે આજ રોજ ૬૧ વર્ષના વ્યક્તિનો કોરોના પોઝીટીવ આવતા તેને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે આ દર્દી કેન્સર પીડિત છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કુલ 6 હજાર 296 કેસ નોંધાઈ ચુક્યાં છે, જ્યારે 1 હજાર 664 લોકોએ જીવ ગુમાવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply