અમદાવાદ : CM વિજયભાઈ રૂપાણી સાંજે જગન્નાથ મંદિરની આરતીમાં લેશે ભાગ
Live TV
-
કોંગ્રેસના નેતા સાંજે રથનું પૂજન કરશે
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહી નીકળે..પણ મંદિર પરિસરમાં જ ભગવાનના રથ ફરશે..આજરોજ જગન્નાથ મંદિરમાં બોમ્બ સ્કવોડની ટીમ પહોંચી હતી..મંદિરના ખૂણેખૂણેમાં પોલીસની ચાંપતી નજર રાખવામાં આવી રહી છે..મંદિર પરિસરમાં ત્રણેય રથ દર્શન માટે રાખવામાં આવશે..કોંગ્રેસ નેતાઓ આજે ત્રણેય રથની પૂજા કરવી આવી પહોંચશે.જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાંજે જગન્નાથ મંદિરે સાંજની આરતીમાં ભાગ લેશે..
રવિવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી.રથયાત્રા પહેલા આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીએ સોનાવેશ ધારણ કર્યો છે. વર્ષમાં એકવાર આજના દિવસે ભગવાન સોનાના અલંકાર ધારણ કરે છે અને લોકોને દર્શન આપે છે.143 વર્ષમાં પહેલી વાર અષાઢી પડવે કાલી રોટી-સફેદ દાલ (માલપુવા અને દૂધપાક)નો ભંડારો નહીં થાય..મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે લોકોને ઘરે બેસી મીડિયાના માધ્યમથી ભગવાનના દર્શન કરવા અપીલ કરી છે. કોરોનાનાં સંક્રમણને ધ્યાનમાં રાખી અને રથયાત્રા નહીં કાઢવાનો મંદિર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
