Skip to main content
Settings Settings for Dark

કચ્છ : અબડાસા,માંડવી,નલિયામાં મુશળધાર વરસાદ

Live TV

X
  • પરોઢનાં 4 વાગ્યાથી ધોધમાર 3 ઈંચ જેટલા સારા વરસાદથી મુન્દ્રા તાલુકાનો કારાઘોધા ગામનો કૃષ્ણ સાગર તળાવ ઓવરફ્લો

    ગુજરાતના 16 જિલ્લામાં મેઘમહેર થઈ રહી છે..ત્યારે કચ્છ-ભૂજમાં પણ મેઘો મહેરબાન થયો છે..કચ્છના અબડાસા,માંડવી,નલિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે..જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે..વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ થયેલ ધોધમાર વરસાદને પગલે મુન્દ્રા તાલુકાના કારાધોધા ગામનો કૃષ્ણસાગર તળાવ ઓવરફ્લો થયો છે..

    કચ્છના અબડાસાના સુથરી અને સિંધોડીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.જેના કારણે ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે..ગામની વચ્ચેથી 4 ફૂટ સુધી પાણી વહેતુ જોવા મળ્યુ છે.ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયુ છે..અબડાસાના નલિયા, કોઠારા, સુથરી,જખૌ, હમીપર,તેરા,રામપર,વાયોર,કનકપર સહિતના ગ્રામિણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે..

    તો કચ્છના માંડવીમાં પણ આખી રાત વરસાદ પડ્યો છે..માંડવી શહેર અને તાલુકામાં નોંધપાત્ર વરસાદ થતા વાતવરણમાં ઠંડક ફેલાઈ છે..ખેડૂતવર્ગ સારા વરસાદને પગલે ખુશખુશાલ જોવા મળી રહ્યો છે..માંડવીમાં છેલ્લા બે દિવસમાં કુલ 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે..ભારે વરસાદને પગલે માંડવીનું ટોપણસર તળાવ ઓવરફ્લો થયુ છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply