અમદાવાદમાં જગન્નાથની ભવ્ય રથયાત્રા 143 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર મંદિર પરિસરમાં જ કરવાનો નિર્ણય
Live TV
-
કોરોના મહામારીને પગલે રાજ્યભરમાં યોજાતી રથયાત્રાઓ મોકુફ
કોરોના મહામારીને પગલે આ વર્ષે રાજ્યભરમાં યોજાતી રથયાત્રાઓ પણ મોકુફ રાખવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદમાં દરવર્ષે યોજાતી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા 143 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર મંદિર પરિસરમાં જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીની સ્થિતિને જોતાં આગામી અષાઢી બીજે યોજાનારી ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા કાઢવા અંગે છેલ્લા ઘણાં વખતથી અસંમજસની સ્થિતિ ચાલી રહી હતી. જે દરમિયાન ગુજરાત હાઈકોર્ટ આ વર્ષે રથયાત્રાના આયોજન પર રોક લગાવ્યા પછી રવિવારે મોડી સાંજે જગન્નાથ મંદિરમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મંદિરના ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ હતી. બેઠકના અંતે આ વર્ષે અમદાવાદમાં રથયાત્રાનું આયોજન ન કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.
