Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢની ઓળખ એવા ઉપરકોટ કિલ્લાનું 45 કરોડના ખર્ચે થશે રિનોવેશન

Live TV

X
  • જૂનાગઢ જિલ્લાની ઓળખ સમા ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાની રેસ્ટોરેશન, ડેવલપમેન્ટ અને ખાતમુહૂર્ત ઈ-તકતીના માધ્યમથી મુખ્યમંત્રી વિજય રૂપાણી કરશે.

    રૂપિયા 45 કરોડોના ખર્ચે રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.ઉપરકોટ કિલ્લાનું ઐતિહાસિક મહત્વ છે જેની દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે.

    પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા આ અગાઉ ઉપરકોટની મુલાકાત લઇ ઉપરકોટના રીસ્ટોરેશન માટે જાત નિરિક્ષણ કર્યુ હતુ.2 લાખ ૭૨ હજાર ૪૯૦ ચોરસવારમાં ફેલાયેલ ઉપરકોટના કન્ઝર્વેશન, રિસ્ટોરેશન એન્ડ ડેવલોપમેન્ટની કામગીરી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા કરવામાં આવશે.

    આ કામગીરીમાં ઉપરકોટની અંદર આવેલા અડી કડી વાવ,અનાજ ભંડાર, ગાર્ડન એરિયા, વોચ ટાવર, ફિલ્ટરેશન ટાવર,નવઘણ કુવો, રાણક મહેલ,એમ્ફી થીયેટર,બારૂદ ખાના ૧ અને ૨, બુદ્ધીસ્ટ ગુફા અને એન્ટ્રી અને એકઝિટ ગેટને પણ આવરી લેવામાં આવ છે, તો પ્રવાસીઓની સુવિધા માટે ટોઇલેટ બ્લોક,પાર્કિંગ,પીવાના પાણીની વ્યવસ્થા, બેન્ચીસ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply