સુરતમાં કોરોનાનો કહેર, ડે. મેયરે સ્વૈચ્છિક લોકડાઉન માટે જનતાને કરી અપીલ
Live TV
-
સુરતમાં કોરોના સંક્રમણની ચિંતાજનક સ્થિતિ વધુ નવા 104 કેસ નોંધાયા. તો 5 દર્દીઓના મરણ થયા. કોરોનાની ચેઇનને તોડવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા વેપારીઓ અને સ્થાનિક લોકોને તા. 17 જુલાઇથી તા. 23 જુલાઇ સુધી સ્વેચ્છીક લોકડાઉનની કરવામા આવી અપીલ. હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ પહેલાથી જ છે બંધ.
સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધતાં વેપાર ધંધા સ્વૈચ્છિક રીતે બંધ થવા લાગ્યા છે. તંત્ર દ્વારા કોઈ જ જાહેરાત ન કરાઈ હોવા છતાં હીરા બજાર અને કાપડની માર્કેટ 19મી સુધી સ્વૈચ્છિક રીતે બંધ થઈ રહ્યાં છે. બીજી તરફ કોરોનાની ચેઇનને તોડવું જરૂરી હોવાથી સુરત મહાનગર પાલિકા દ્વારા લોકોને સેલ્ફ લોકડાઉન રાખવા સમજાવવામાં આવી રહયા છે.
ગુરુવારે સવારે ઉધના ઝોનની ટીમ લોકોને 17 મી થી 23 જુલાઈ દરમિયાન સ્વૈચ્છિક બન્ધ રાખવા અપીલ કરવામાં આવી રહી છે. રાંદેર અને અડાજણ વિસ્તારમાં વેપારીઓ દ્વારા દુકાનો સ્વંયભૂ રીતે બંધ કરી દેવામાં આવી છે. રિંગ રોડ પર આવેલી 10 થી વધુ કાપડમાર્કેટ સ્વૈચ્છિક રીતે બંધ થઈ છે. વરાછાની ચોકસી બજાર-મિની બજાર પણ બંધ છે ત્યારે કોરોનાને ડામવા માટે વેપારીઓ દ્વારા સ્વયંશિસ્ત દાખવવામાં આવી રહી છે.
શહેરમાં આગામી સાત દિવસ સુધી દુકાનો બંધ રાખવા માટે દુકાનદારોને અપીલ કરવામાં આવી રહી છે. ડેપ્યુટી મેયર નિરવ શાહે વીડિયો મારફતે અપીલ કરી છે. જ્યારે પાલિકા દ્વારા લાઉડ સ્પીકરમાં બોલીને સાત દિવસ દુકાનો બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. પાંડેસરા વિસ્તારમાં દુકાનદારોમાં આ અપીલનો સારો પ્રતિસાદ જોવા મળ્યો છે.
