જૂનાગઢ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઈ વંશે ઉમેદવારી નોંધાવી
Live TV
-
ઉમેદવારી પત્ર રજુ કરતા પહેલા શહેરના મુખ્યમાર્ગો પર વિશાલ રેલી યોજી હતી.ત્યારબાદ તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. પુંજાભાઈ વંશે પોતે સાંસદ તરીકે જરૂર ચૂંટાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જૂનાગઢ જિલ્લાના પ્રશ્નોને પ્રાધાન્ય આપી લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.,
લોકસભાની જૂનાગઢ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉનાના વર્તમાન ધારાસભ્ય પુંજાભાઈ વંશે જૂનાગઢ કલેક્ટર સમક્ષ ઉમેવારીપત્ર રજૂ કરી ઉમેદવારી નોંધાવી છે, ઉમેદવારી પત્ર રજુ કરતા પહેલા શહેરના મુખ્યમાર્ગો પર વિશાલ રેલી યોજી હતી.ત્યારબાદ તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. પુંજાભાઈ વંશે પોતે સાંસદ તરીકે જરૂર ચૂંટાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જૂનાગઢ જિલ્લાના પ્રશ્નોને પ્રાધાન્ય આપી લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી., આ પ્રસંગે કોંગ્રેસના નિરીક્ષક અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
