જૂનાગઢ ભવનાથના મેળામાં આજે મધરાત્રે મૃગીકુંડમાં સાધુ-સંતોનું શાહી સ્નાન
Live TV
-
જૂનાગઢના ભવનાથના મેળામાં આજે મધરાત્રે મૃગીકુંડમાં સાધુ-સંતોના શાહી સ્નાન અને ભવ્ય રવેડી સાથે મહાશિવરાત્રી પર્વની પૂર્ણાહુતિ થશે. ગિરનારની તળેટીમાં આસ્થાના મહાકુંભ સમાન મહાશિવરાત્રીના મેળાનો આજે અંતિમ અને સૌથી મહત્ત્વનો દિવસ છે. આજે મધરાત્રે હર હર મહાદેવૃના નાદ વચ્ચે પરંપરાગત રવેડી નીકળશે અને ત્યારબાદ મૃગીકુંડમાં નાગા સાધુઓના શાહી સ્નાન સાથે આ મેળાની વિધિવત પૂર્ણાહુતિ કરાશે.
