અમદાવાદ અને વડોદરાની સ્કૂલોને ફરીથી બોમ્બની ધમકીના ઈ-મેઇલથી ખળભળાટ
Live TV
-
વડોદરા શહેર જિલ્લાની મળીને 18 સ્કુલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇ-મેઇલ મળવાની ઘટના બની. આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી હતી
રાજ્યમાં અમદાવાદ અને વડોદરા શહેરની અનેક પ્રતિષ્ઠિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો છે....અનેક પ્રતિષ્ઠિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ઈ-મેઇલ મળ્યા હતા...આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી હતી.. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અમદાવાદ અને વડોદરા બંનેના પોલીસ કમિશનર સાથે સતત સંપર્કમાં છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસે તમામ શાળાઓમાં સઘન તપાસ અને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. તો રાજ્ય શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ કહ્યું કે, બોમ્બ થ્રેટ બાબતે સરકાર ગંભીર છે શાળાઓ સાથે અન્ય કોઈ જગ્યાએ થ્રેટ મળે તેને ગંભીરતાથી લેવામાં આવે છે . રાજ્ય સરકાર બોમ્બ થ્રેટ બાબતે તપાસ કરી રહી છે.
વડોદરામાં અનેક સ્કુલોને બોમ્બની ધમકી
વડોદરા શહેર જિલ્લાની મળીને 18 સ્કુલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇ-મેઇલ મળવાની ઘટના બની. અજાણી વ્યક્તિએ સમા, સેવાસી, વાસણા, બગીખાન, નાગરવાડા, કારેલી બાગ સહિતની 18 સ્કુલોમાં ધમકીભર્યા ઇ-મેઇલ કર્યા હતા. આ અજાણી વ્યક્તિના ધમકીભર્યા ઇ-મેઇલની ગંભીરતા સમજીને વિવિધ પોલીસ ટુકડીએ શહેર જિલ્લાની 18 સ્કુલોમાં તપાસ હાથ ધરીને ચકાસણી કરી હતી. જોકે હજુ સુધી કોઇ સ્કુલમાં વાંધાજનક ચીજ વસ્તુઓ મળી આવી નથી. આ ઇ-મેઇલની ગંભીરતા સમજીને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે ડોન બોસ્કો સ્કુલની મુલાકાત લઇ સ્થિતિની જાત તપાસ કરી હતી અને સ્કુલ મેનેજમેન્ટ સાથે સલામતી અંગે વાતચીત કરી હતી.
