પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો ગૌરવસભર પ્રારંભ
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંબોધનમાં જનકલ્યાણ યોજનાઓ, કૃષિ વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુદ્દાઓનો કર્યો ઉલ્લેખ. "સોમનાથ સ્વાભિમાન પર્વ”ને ગણાવ્યું સંસ્કૃતિના ગૌરવ અને રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતીક.
પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજે ગૌરવસભર પ્રારંભ થયો છે. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાને સંબોધતા રાજ્યની વિકાસયાત્રા, સુશાસન અને સર્વસમાવેશી નીતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રાજ્યપાલે કહ્યું કે, સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને એક હજાર વર્ષ પૂર્ણ થતાં “સોમનાથ સ્વાભિમાન પર્વ”નું આયોજન કરવામાં આવ્યું, જે સંસ્કૃતિના ગૌરવ અને રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતિક છે. તારીખ 9થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરક સાન્નિધ્યમાં સંસ્કૃતિની આરાધના કરવામાં આવી હતી. સાથે તેમણે કહ્યું કે, વહીવટી વિકેન્દ્રીકરણને પ્રાથમિકતા આપી નવા જિલ્લા અને તાલુકાઓની રચના કરવામાં આવી છે, જેથી ગ્રામ્ય અને દુરસ્ત વિસ્તારોમાં પણ સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય. ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’ હેઠળ સરકારી કર્મચારીઓને રૂપિયા 10 લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે...
આચાર્ય દેવવ્રતે વધુમાં કહ્યું કે, ગુજરાત રમતગમત ક્ષેત્રે પણ સતત પ્રગતિ કરી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સના નેતૃત્વનો અવસર ગુજરાતને મળ્યો છે. અમદાવાદ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 માં વડાપ્રધાન તેમજ જર્મનીના ચાન્સેલરની પ્રેરક ઉપસ્થિતિએ રાજ્યના ઉત્સવને વૈશ્વિક ફલક પર મૂકી એક નવી ઓળખ આપી છે. વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે 11 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 2121 યોગ સાધકોના એક સાથે ભુજંગાસન દ્વારા નવો કીર્તિમાન પ્રસ્થાપિત કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
મૌન પાળીને દિવંગત પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
વિધાનસભામાં ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભાના દિવંગત પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સભાગૃહે બે મિનિટનું મૌન પાળ્યું હતું...
