જેઠા ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
Live TV
-
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને જઈને રાજીનામું સોંપ્યું હતું. જેનો વિધાનસભાના અધ્યક્ષે તત્કાલ સ્વીકાર કર્યો છે. જેઠાભાઈ આહીરે કામનું ભારણ વધુ હોવાથી અને અન્ય હોદ્દાઓ અને સામાજિક જવાબદારીઓની વ્યસ્તતાને કારણે આ પદ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
આ રાજીનામાની પ્રક્રિયા દરમિયાન રાજ્યના રાજકીય નેતૃત્વની હાજરી જોવા મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં આ રાજીનામું સોંપવામાં આવ્યું હતું.
