ડાંગના સાંસદે આદિવાસીઓ અને સાપુતારામાં આવાત સહેલાણીઓ માટે ખાસ બેઠક કર્યું આયોજન
Live TV
-
સારી વ્યવસ્થા કરવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો
ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા સાપુતારામાં ડાંગ જિલ્લાના આદિવાસી અને નાગરિકોની રોજગારી, સુખાકારી અને સલામતી માટે વધુ સજ્જ સગવડો અને સુવિધાઓ ઉભી થાય એ હેતુથી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ બેઠકમાં ડાંગ જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસ અધિક્ષક, વનવિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી ડાંગના વિકાસ માટે જરૂરી સૂચનાઓ કરવામાં આવ્યા હતા.
સારી વ્યવસ્થા કરવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો
ડાંગ ગુજરાતનું એકમાત્ર ગીરીમથક છે, જ્યા મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા પ્રવાસે આવતા રહેતા હોય છે. ત્યાર દૂર રાજ્યોથી આવતા સહેલાણીઓને વધુ અદ્યતન સુવિધાઓ મળે તેનું આયોજન કરાયું છે. સહેલાણીઓના માધ્યમથી સ્થાનિક આદિવાસીઓને વધુથી વધુ રોજગારી મળી રહે એ માટે ખાસ ચિંતા કરી સારી વ્યવસ્થા કરવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
આનંદપ્રદ બનાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાંવિત ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી વિસ્તાર ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા જે સ્વર્ગ જેવું સુંદર છે માત્ર ગુજરાતનું રત્ન જ નથી પરંતુ ભારત અને વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. તો દિવાળી વેકેશન દરમિયાન સાપુતારા અહીંની પ્રકૃતિના સૌંદર્યમાં ભીંજાવા આતુર મુલાકાતીઓથી ભરાઈ જાય છે. ત્યારે મુસાફરીને આરામદાયક, યાદગાર અને આનંદપ્રદ બનાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે.
