ડાંગ: આહ્વા ખાતે ડાંગ દરબારનો પ્રારંભ
Live TV
-
ડાંગ જિલ્લાના આહવા ખાતે ડાંગ દરબારનો પ્રારંભ થયો
ડાંગ જિલ્લાના આહવા ખાતે ,ડાંગ દરબારનો પ્રારંભ થયો છે. ડાંગ દરબારના ઉદઘાટન કાર્યક્રમ પૂર્વે આહવાની કલેકટર કચેરીથી શોભાયાત્રા નીકળી હતી. આહવાના મુખ્યમાર્ગો પરથી, પસાર થયેલી શોભાયાત્રા દરમિયાન શણગારેલી બગીઓમાં બિરાજમાન ડાંગના પૂર્વ રાજવીઓએ તેમના પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. ડાંગની ભાતીગળ લોક સંસ્કૃતિની ઝાંખી કરાવતા ડાંગ દરબારના મેળામાં ડાંગી પ્રજાજનો ઉમટ્યા હતા. ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમમાં પાંચમી વખત ઉપસ્થિત રહેતા રાજ્યપાલ ઓ. પી. કોહલીએ ડાંગ દરબારના કાર્યક્રમમાં પધારેલા પૂર્વ રાજવીઓ અને પ્રજાજનોને હોળી-ધુળેટીની શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમમાં આદિવાસી શિદી નૃત્ય રાજસ્થાની નૃત્ય અને વિવિધ કાર્યક્રમો રજુ થયા હતા
