છોટાઉદેપુરના આદિવાસીઓએ પારંપરિક રીતે ઢોલ-નગારા તાલે ભંગુરિયાના મેળાની ઉજવણી કરી
Live TV
-
આદીવાસીઓના સૌથી મોટા પર્વ એવા હોળીનો પ્રારંભ થઇ ચૂક્યો છે. છોટાઉદેપુરના આદિવાસીઓએ પારંપરિક રીતે ઢોલ-નગારા તાલે ભંગુરિયાના મેળાની ઉજવણી કરી હતી. હોળી પૂર્વે વિસ્તારના જુદા-જુદા ગામોમાં ભરાતા અઠવાડિક હાટ બજારમાં ભંગુરિયાનો મેળો ઉજવાય છે. ભંગુરિયાના મેળામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આદિવાસી રાઠવા સમાજના લોકોએ પારંપરિક વેશભૂષા ધારણ કરી ઢોલ નગારા વાંસળીના તાલે આદિવાસી નૃત્ય ટીમલીની રમઝટ પણ જમાવી હતી. સાથોસાથ બજારમાં ખરીદી પણ કરી હતી. મહત્વનું છે કે હોળી પર્વ ગુજરાતના આદિવાસીઓ માટે સૌથી મોટો અને મહત્વનો પર્વ મનાય છે. પૂર્વપટ્ટીના આદિવાસીઓ માટે હોળીકા દહનના એક સપ્તાહ પૂર્વે જ તહેવારની શરૂઆત થઈ જાય છે.
