Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લાના ૪૯૨ વનવાસી ખેડૂતોને જંગલ જમીન ખેડાણ હક્કના આદેશપત્રોનું વિતરણ

Live TV

X
  • રાજ્ય અને કેન્દ્રની ડબલ એન્જીન સરકાર વિશેષ કરીને આદિજાતિના પ્રજાજનો માટે ખૂબ જ સંવેદનશીલ અભિગમ અપનાવી રહી છે, તેમ જણાવતા ડાંગના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે આહવા, વઘઇ, અને સુબિર તાલુકાના ૪૯૨ લાભાર્થીઓને વ્યક્તિગત આદેશપત્રો (૨૪૩.૨૯ હે.ક્ષેત્રફળ) એનાયત કર્યા હતા.

    આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો, તથા ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આહવાના ડાંગ દરબાર હોલ ખાતે, ડાંગ જિલ્લાના વનવાસી ખેડૂતોને જંગલ જમીન ખેડાણ હક્કના આદેશપત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. 
    ડાંગ જિલ્લામા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમા કુલ રૂ.૧૯૬૩૭.૧૮ લાખના વિવિધ કામો મંજૂર કરી પ્રજાજનોને લાભાન્વિત કરવામાં આવ્યા છે.

    અગાઉના વર્ષોમાં થયેલા સર્વેમાં જંગલ કપાઈ રહ્યા હતા જે જંગલને યથાવત રાખવા આદિવાસીઓને જમીનના હકો આપવામાં આવ્યા જેથી મૂળ જંગલની સાચવણી પણ થઈ શકે છે જંગલ મટે તો આદિવાસીઓની ઓળખ મટી જશે એ હેતુસર રાજય સરકાર આદિવાસીઓને જમીન ખેડાણ હક આપવામાં આવ્યા છે જેમાં જંગલનું નિકંદન કરનારા સામે આદિવાસીઓને રક્ષક બનવાની અપીલ સાથે જંગલ બચાવોનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો ખેડૂત તરીકે આદિવાસીની ઓળખ છે પણ આધાર પુરાવા હતા નહીં તે આધાર પુરાવા સરકારે આપતા આજે આદિવાસીઓ ઓફિશિયલ ખેડૂતો બન્યા છે 

    ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયત પ્રમુખ કમળાબેન રાઉત, ભાજપા પ્રમુખ દશરથભાઈ પવાર, મહામંત્રી રાજેશભાઈ ગામીત, હરિરામ સાવંત, કલેકટર ધર્મેન્દ્રસિંહજી જાડેજા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નિવાસી અધિક કલેકટર પી.એ.ગાવિત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વાય.પી.જોશી સહિતના પ્રશાસનિક અધિકારીઓ, પદાધિકારીઓ, હોદ્દેદારો, લાભાર્થીઓ, મીડિયાકર્મીઓ, અને નગરજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply