પ્રધાનમંત્રીએ વડોદરામાં C-295 પરિવહન વિમાન નિર્માણ પરિયોજનાનું કર્યું ખાતમુહૂર્ત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં ભારતીય વાયુસેના માટે C-295 MW પરિવહન વિમાન નિર્માણ પરિયોજનાની આધારશિલા મૂકી હતી. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આ ભારતને દુનિયાનું વિમાન ઉત્પાદન કેન્દ્ર બનાવવાની દિશામાં આ મહત્ત્વનું પગલું છે. મેક ઈન ઈન્ડિયા મેક ફોર ધ વર્લ્ડનાં મંત્ર સાથે ભારત આગળ વધી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસરે વધુમાં જણાવ્યું હતું કે વડોદરામાં બનનાર આ પરિવહન વિમાનો આપણા સૈન્યને તાકાત આપશે. ભારત પાસે માનવ સંસાધનોનો મોટો ટેલેન્ટ પુલ છે અને આવનારા સમયમાં હવાઈ પરિવહન બાબતમાં ભારત દુનિયાના ટોચનાં 3 દેશોમાં ભારત સ્થાન મેળવશે.
વડોદરા ખાતે યોજાયેલ આ કાર્યક્રમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સભાને સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં દૂરદર્શી નેતૃત્વમાં આપણો દેશ નવી ઊંચાઈ સર કરી રહ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતનાં યુવાનોને રોજગારનાં સારા અવસર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત આજે દરેક ક્ષેત્રે અગ્રેસર છે અને દેશનું આર્થિક અને ઔધોગિક કેન્દ્ર બન્યુ છે.
