Skip to main content
Settings Settings for Dark

ડાકોરના રણછોડરાય મંદિરમાં ફુલડોલોત્સવ ઉજવાયો, સોના-ચાંદીની પિચકારી ભરીને ભગવાન ભક્તો સાથે ધુળેટી રમ્યા

Live TV

X
  • ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ યાત્રાધામ ડાકોરમાં આજે ધૂળેટીના પૂનમના દિવસે રણછોડરાયના મંદિરમાં ફુલડોલોત્સવ ઉજવાયો છે. ધુળેટીના દિવસે યાત્રાધામ ડાકોરમાં હૈયાથી હૈયું દળાય તેટલી ભાવિકોની ભીડ ઊમટી છે. પૂનમ અને ફૂલડોલોત્સવ એક જ દિવસે ઉજવણી કરાતા રણછોડરાયના ભક્તો ગેલમાં આવી ગયા હતા. સમગ્ર મંદિર પરિસર "જય રણછોડ માખણ ચોર"ના નાદના ગગનચુંબી જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. મંગળા આરતીના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. જ્યારે આ બાદ સવારે 9 વાગ્યે ફૂલડોલોત્સવ મહોત્સવનો પણ ઊજવવામાં આવ્યો છે. ભગવાન કૃષ્ણ જ્યારે વ્રજવાસીઓ સાથે ધુળેટી રમ્યા હતા તે જ રીતે અને તે જ ભાવથી રણછોડરાય ભગવાન પોતાના ભક્તો સાથે ધુળેટી રમ્યા છે.

    ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે, જય રણછોડ માખણ ચોરના જયઘોષથી સમગ્ર ડાકોર ધામ ગુંજી ઊઠ્યું છે. અહીંયા ચૌદશથી જ અવિરત પદયાત્રિકોના સંઘો ડાકોરમાં આવવા લાગ્યા હતા. ભક્તોએ ગોમતીઘાટ સહિત અન્ય જગ્યાએ રાતવાસો કરી વહેલી સવારે 4 વાગ્યે મંગળા દરમિયાન મંદિરનાં દ્વાર ખૂલતાં ભક્તો ઊમટી પડ્યા હતા. હૈયાથી હૈયું દળાય તેટલી ભાવિકોની ભીડ ઊમટી પડી હતી. મંગળા આરતીનાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

    ભગવાન ફૂલડોલમાં બિરાજી પરંપરા પ્રમાણે સોના અને ચાંદીની પિચકારીથી કેસુડાના રંગો ભક્તો ઉપર છાંટી ધુળેટી રમ્યા છે. શણગાર આરતી બાદ રણછોડજી બાલ ગોપાલ લાલજી બિરાજમાન થયા હતા, જેના બાદ અબીલ ગુલાલ સહિતના વિવિધ રંગો સાથે સોના અને ચાંદીની પિચકારી ભરીને ભગવાન ભક્તો સાથે ધુળેટી રમ્યા હતા. જે દરમિયાન ભગવાનને ધાણી, ચણા અને ખજૂરનો ભોગ ધરાવવામાં પણ આવ્યો હતો. ડાકોરમાં ફાગણી પૂનમે 300થી વધુ સંઘો આવ્યા હતા. નોંધનીય છે કે આજે ફાગણી પૂનમે અંદાજે નાની મોટી 500થી વધુ ધજાઓ ચઢી છે. નોંધનીય છે કે આજે સવારે 9 કલાકે ફૂલડોલોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અબીલ, ગુલાલની છોળો ઉછાળી ભક્તો ઓતપ્રોત બન્યા હતા. ભગવાન પણ સોનાની પિચકારી વડે ડોલોત્સવ ખેલ્યા હતા. આ વેળાએ પણ લાખો પદયાત્રિકો ઊમટી આ ડોલોત્સવના ઠાકોરજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

    આજે બપોરે 3:30 કલાકે રાજભોગ આરતી અને 5:15 વાગે ઉથાપન આરતી તે બાદ સાંજે 5:15 પછી ઠાકોરજી નિત્યક્રમ અનુસાર શયનભોગ, સખડીભોગ આરોગી, અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે. જ્યારે મંગળવાર 26 માર્ચના રોજ 6:45 વાગે મંગળા આરતી થશે. એ બાદ શણગાર આરતી એ બાદ 12:30 વાગે રાજભોગ આરતી એ પછી સાંજે ચાર વાગે ઉથાપન આરતી શયનભોગ, સખડીભોગ આરોગી, અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે તેમ મંદિરની યાદીમાં જણાવ્યું છે.

    જ્યારે મંદિરના ચેરમેન પરિંદું ભગતએ જણાવ્યું કે, આ વખતે ચાર વર્ષના રેકોર્ડમાં સૌથી વધારે દર્શનાર્થીઓ પૂનમના આગળના દિવસ એટલે ગત રોજ આવી ગયા હતા. મોટાભાગના ભક્તોનો પ્રવાહ ગઈકાલે ડાકોર મુકામે આવી ગયો હતો. જેના કારણે આજે રંગોત્સવ ફાગોત્સવમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ચાર દિવસની અંદર અંદાજિત 12 થી 15 લાખ શ્રદ્ધાળુ ડાકોરનાં દર્શનાર્થે આવ્યા હોવાનું જણાવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply